પોલીસે કપડા અને છરી કબ્જે કર્યા મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર પિતરાઈ ભાઇની છરીના ઘા ઝીકી હત્યા કરનાર શખ્સને જેલહવાલે કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે કપડા અને છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ની ગત મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે તેને કોર્ટમાં હાજર કરતા કોર્ટે જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં પોલીસે આરોપીને જેલહવાલે કરી છરી અને કપડાં કબ્જે કર્યા હતા.