મોરબી : મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વાંકાનેરમાં સગીરાને ભગાડી જનાર શખ્સને પકડી પાડી સગીરાને પણ શોધી કાઢી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી સગીરવયની દિકરીને એક શખ્સ હસનપરગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય. જે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં હોવાની મળેલ હકિકત આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને હાલે વાંકાનેર બાઉન્ડ્રી બાજુ હોવાની હકિકત મળતા જે હકિકત આધારે ટીમે ત્યાંથી આરોપી દીનેશભાઇ ગુલુભાઇ ગુંડીયા ઉ.વ.૩૦ રહે. પીટોલ, કલણ તલાવ ફળીયુ તાપીટોલ જી.જાબવા (એમ.પી.),વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.કે.કોઠીયા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HCજયવંતસિંહ ગોહીલ,દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા,પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા વિગેરે રોકાયેલ હતા.