મધ્યપ્રદેશ પોલીસે મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મદદથી પીપળી રોડ ઉપરથી આરોપીને પકડ્યો મોરબી : મધ્યપ્રદેશના અશોકનગરથી સગીરાને ભગાડી આવેલો શખ્સ મોરબીના પીપળી રોડ ઉપર આવેલી સિરામીક ફેકટરીમાં હોવાની બાતમીને આધારે મધ્યપ્રદેશ પોલીસે મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મદદથી પીપળી રોડ ઉપરથી આરોપીને ઝડપી લઈ સગીરાને શોધી કાઢી હતી. મધ્યપ્રદેશના અશોકનગરથી સગીરાને ભગાડી આવેલો શખ્સ મોરબીમાં હોવાની જાણ થતાં મધ્યપ્રદેશ પોલીસ મોરબી આવી હતી.જે અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પો.હેડ. કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કો. નંદલાલભાઈને બાતમી મળી હતી કે આરોપી ઉમેશ કચ્છેદી કોળી રહે. નયાપુરા, ચંદેરીગુના જિ. અશોકનગર મધ્યપ્રદેશ વાળો પીપળીરોડ, સેવેન્જા સીરામીકમાં છે. જેને પગલે સંયુક્ત રીતે આરોપીને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશ રાજયના અશોકનગર ગ્રામ્ય પોલીસને સોપી આપેલ હતો. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી અને એ.એચ.ટી.યુ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, પો હેડ કોન્સ દશરથસિંહ ચાવડા પો.કો. નંદલાલ વરમોરા, પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા વગેરે દ્વારા કરેલ હતી.