હળવદ : હળવદ પોલીસ મથક વિસ્તારમાં 6 મહિના પહેલા સગીરાનું અપહરણ કરનાર નિખીલ રામલાલ ભીલ રહે. મધ્યપ્રદેશ વાળો અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર, ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી મળતા AHTU ટીમે ત્યાં જઈ આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.કે.દરબાર, ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઈ કાસુન્દ્રા રોકાયેલ હતા.