મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમની કાર્યવાહી મોરબી : મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ના પંચાસર ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરી તેને ભગાડીને લઈ જનાર પ્રેમસીંગ શોભાનભાઈ ભુરિયા ઉ.વ. 35 રહે. વીમરોળ જી. ધાર( મધ્યપ્રદેશ) વાળાને પડધરી ગામની સીમમાંથી શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આ સાથે ભોગ બનનાર સગીરા પણ મળી આવી છે. કોરોનાને પગલે આરોપીની મેડિકલ તપાસ કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ વી.બી. જાડેજા, એએસઆઈ હિતેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા, કોન્સ. નંદલાલ વરમોરા સહિતના રોકાયા હતા.