મોરબી : મોરબીના નાની વાવડી ગામે યુવાન પર જુના મનદુઃખ મામલે બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે મફતિયાપરામાં રહેતા અને ચાની રેકડી ધરાવતા ભરતભાઇ મોહનભાઇ નાગલા ઉ.વ.43એ નાની વાવડી ગામે જ રહેતા ગોપાલભાઈ આહીર અને દેવા ઉર્ફે દેવેન્દ્રભાઈ આહીર સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ ગતતા.22ના રોજ નાની વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલ પાસે હતા.ત્યારે બન્ને આરોપીઓએ જુના મનદુઃખનો ખાર રાખી તેમને ગાળો આપીને હોકી તથા પાઈપથી માર મારીને ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne