પોલીસ દ્વારા મુખ્ય રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરી બિનજરૂરી બહાર નીકળતા લોકો પર કાર્યવાહી કરાઈ હળવદ : લોકડાઉનના ત્રીજા તબક્કામાં મોરબી જીલ્લાને ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી, મોટાભાગની દુકાનો ખોલવા છૂટછાટો દેવામાં આવી છે. ત્યારે ખાસ કરીને સાંજના સાથી સવારના સાત સુધી લોકોની બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી છે. જેથી, ગઈકાલે હળવદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓને સાંજના સાતથી સવારના સાત સુધી બંધ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરી બિનજરૂરી બહાર નીકળતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે હળવદ પી.આઈ. સંદિપ ખાંભલાએ જણાવ્યું હતું કે સાંજના સાતથી સવારના સાત સુધી લોકોની બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી છે. જેથી, ખાસ કરીને શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસને સહકાર આપે અને વગર કામે બહાર ન નીકળવા અપીલ છે.