ઐતિહાસિક ધરોહર સમાન પ્રવેશદ્વારની જાળવણી કરવા તંત્ર સમક્ષ લોક માંગટંકારા : ટિલાટનું ગામ ટંકારા શહેરને સુશોભન સાથે સુરક્ષા માટે શહેર ફરતે મોરબીના રાજવી રવાજી બીજાએ વિક્રમ સંવત 1903 એટલે કે આઝાદીના 100 વર્ષ પહેલાં ઈ. સ 1847માં બાંધવામાં આવેલ પ્રવેશદ્વારો જેમાં શહેરના ચાર દરવાજા હતા જે કાળ ક્રમે માત્ર હાલે એક જ મોરબી નાકાનો મુખ્ય પ્રવેશદ્વાર વર્ષોની ઋતુચક્ર અને ભુંકપ સાથે બાથ ભીડી જજંબ્યો પરતું વહિવટી તંત્ર દ્વારા રાખરખાવમાં ઉપેક્ષા કરાતાં આજે આ ઐતિહાસિક ધરોહર જીણક્ષિણ થઈ જતા વર્તમાન સમયમાં રાહદારીઓ માટે અહીંથી નિકળવામાં ભય લાગતો હોય આ તોરણના ઝાપાની તાકિદે એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવે અને જરૂરી પગલા ભરવા જરૂરિયાતની માગ ઉઠી રહી છે.આ પ્રવેશદ્વારથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતી 108 ઉપરાંત હેવી ટ્રક સહિત મોટા ભાગના વાહનોની આવન જાવન રહે છે ત્યારે અહીંથી પસાર થતી વખતે રિતસર ધ્રુજારી વછુટી જાય એવી દયનીય સ્થિતિમાં આ પ્રવેશદ્વાર હોય જિલ્લા વહિવટી તંત્ર તાત્કાલિક અસરથી આ અંગે ઘટતું કરી નિર્દોષ જીવો ઉપર કોઈ જોખમ આવે અને આ ઝાપાને અપજસ મળે એ પૂર્વે ઘટતું કરવા લોક માંગ ઉઠી છે.