મોરબી : મોરબીમાં કાલાવડીયા પરિવારે ચોથા સ્નેહમિલનમાં સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકી પરિવારની મહિલા મોભીના હસ્તે તેજસ્વી છાત્રોનું સન્માન કરાવીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. મોરબીમાં વસવાટ કરતા કાલાવાડિયા પરિવારોનું તાજેતરમાં ચોથું સ્નેહમિલન તથા પરિવારના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જો કે સામાન્ય રીતે પરિવારના આવા કાર્યક્રમોમાં વડીલ ભાઈઓને સ્ટેજમાં સ્થાન અપાતું હોય છે.પરંતુ કાલાવડીયા પરિવારે આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ક્રાંતિકારી બદલાવ લાવી સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકી પ્રથમવાર પરિવારની વડીલ મહિલાઓને સ્ટેજ પર ગરિમાપૂર્વક સ્થાન આપ્યું હતું.એટલું જ નહીં આ વડીલ મહિલાઓને તેમના હસ્તે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો બહુમૂલ્ય આવસર આપ્યો હતો. અને પરિવારની વડીલ મહિલાઓ પણ પોતાને મળેલું બહુમૂલ્ય સન્માન અને વિદ્યાર્થીઓનું સન્માન કરીને ભાવવિભોર બની હતી.ત્યારે મોરબીના કાલાવડીયા પરિવારે કરેલી સ્ત્રી સશક્તિકરનની પ્રેરણાદાયી પહેલ અનુકરણીય બની છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en