મોરબી : નેકનામ ગામના નીતિનભાઈ ધનજીભાઈ શેરસિયાનું રૂ.10 હજાર રોકડ અને જરૂરી ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ રાજપર ગામના હસમુખભાઈ ઓધવજીભાઈ મકવાણાને મળ્યું હતું. તેઓએ પ્રામાણિકતા દાખવી આ પાકીટ મૂળ માલિકને પરત કર્યું હતું. આમ ખોવાયેલ પાકીટ પરત કરતા મૂળ માલિકે હસમુખભાઈનો આભાર પ્રગટ કર્યો હતો.