આવતીકાલે મંગળવારે નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં લોકડાઉનના નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના મોરબી : હાલ એક જ ચર્ચા ચાલી રહી કે 21 દિવસનું લોકડાઉન દેશભરમાં લંબાશે કે પછી અમુક રાજ્યોમાં આંશિક છૂટ અપાશે. ત્યારે લોકડાઉનના મુદ્દે આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે નરેન્દ્ર મોદીના સંબોધનમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. પીએમઓ ઓફીસ દ્વારા સત્તાવાર તેમના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરાઈ છે લે આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. ત્યારે દેશભરમાં લાગુ 21 દિવસનું લોકડાઉન વધારશે કે પછી અમુક રાજ્યોમાં આંશિક છૂટ અપાશે તે અંગેની અટકળો વચ્ચે કાલના મોદીના સંબોધનમાં લોકડાઉન અંગે સત્તાવાર જાહેરાત કરાઈ તેવી સંભાવના છે. હાલ તો સમગ્ર દેશની નજર મંગળવારે સવારે 10 વાગ્યે નરેન્દ્ર મોદીના સંબોધન પર છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/