તસ્કરોએ દુકાનનું શટર તોડી રોકડની ચોરી કરી ગયા, દુકાનના સીસીટીવીના વાયર પણ કાપી નાખ્યા મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ હાર્ડવેરની દુકાનના ગતરાત્રે તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ દુકાનનું શટર તોડી રોકડની ચોરી કરી ગયા હતા અને દુકાનના સીસીટીવીના વાયર પણ કાપી નાખ્યા હોવાનું જાણવા મળે છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામ પાસે બાપાસીતારામ કોમલેક્સમાં આવેલ ભગવતી મશીનરી હાર્ડવેરની દુકાનમાં ગતમોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ આ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશીને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. તેમજ દુકાનના સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નાખ્યા હતા. દરમિયાન આજે સવારે આ દુકાનના માલિક દેત્રોજા વિજયભાઈ ચંદુભાઈ દુકાને આવતા તેમને દુકાનનું શટર તૂટેલું દેખાતા દુકાનમાં તપાસ કરી હતી. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, દુકાનના ટેબલના ખાનામાં મામુલી રકમ જ હતી.જો કે મોટી રકમ મેળવવા ટેબલના ખાના તોડી નાખ્યા હતા.પણ કઈ હાથ ન લાગતા માતાજીના મંદિરના ગલ્લામાંથી આશરે 6 હજારની રોકડ રકમ તેમજ ગૌશાળાની દાનપેટીમાંથી પણ પરચુરણ રકમ ઉઠાવી ગયા હતા. જો કે તસ્કરોએ દુકાનમાં અન્ય માલ સમાનને હાથ લગાડ્યો ન હતો. હાલ આ બનાવની પોલીસને જાણ કરી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..