ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે સરાહનીય કાર્ય મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમા બીજી ઓકટોમ્બર ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે અને વિશ્વવૃદ્ધ દિવસના રોજ નવલખી રોડ પર આવેલ રણછોડનગર સોસાયટીમાં સાઈમંદીર અને હનુમાનજી મંદિરના પટાંગણમાં ગરીબ પરિવારની બાળાઓ કે જેઓએ નવરાત્રિ ગરબીમાં ભાગ લીધો હોય તેવી ૭૦ નાની મોટી બાળાઓ અને તેમને પ્રોત્સાહીત કરાઈ હતી. ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર સેક્રેટરી લા. કેશુભાઈ ખજાનચી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ટી. સી. ફુલતરિયા સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો, લા. મનીલાલભાઈ કાવર, લા. મહાદેવભાઇ ચિખલિયા,લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા તથા મંદિરના સંચાલક પુજારી બાબુભાઈ અને સોસાયટીના રહીશોની હાજરીમાં બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ ભેટ આપી પ્રોત્સાહિત કરી સાથે નાની બાળાઓના ગરબા રાસ નિહાળી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. બાળાઓ પણ ખૂબજ ખુશ થઈ આ રીતે સ્લમ વિસ્તારની દીકરીઓને મદદરૂપ થઈ દરેક સભ્યો આંનંદિત થયા હતા.