મોરબી : મોરબી પંથકમાં અત્યાર સુધી અંતરીયાળ રોડ ઉપર માટી કે કાટમાળ ઠાલવી જવાના કિસ્સા વારંવાર બનતા હતા. પણ હવે તો હદ થઈ છે. કોઈ અજાણ્યા લોકો મોરબી-રાજકોટ હાઇવે ઉપર દલવાડી સર્કલ નજીક રોડ વચ્ચે માટી ઠાલવી ગયું છે. જેના કારણે એક સાઈડનો અડધો રોડ બ્લોક થઈ ગયો છે. આ માટીના ઢગલાના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.