ગુરુજી રાજર્ષિ મુનિજીની પ્રેરણાથી પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને મેડિકલની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ: કેમ્પનો લાભ લેવા અપીલમોરબી અપડેટ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા હજારો પદયાત્રીઓની સેવા માટે મોરબીની માળિયા ચોકડી ખાતે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સ્વામી રાજર્ષિ મુનિ પ્રેરિત અને 'લાઈફ મિશન' દ્વારા આયોજિત આ માળિયા ચોકડી કેમ્પ આજથી એટલે કે તા. 01-10-2026 થી પદયાત્રીઓની સેવામાં શરૂ કરવામાં આવ્યો છે.છેલ્લા 30 વર્ષથી પદયાત્રીઓની અવિરત સેવા કરતા આ કેમ્પમાં માઇભક્તો માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીં પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તો, જમવાની વ્યવસ્થા તેમજ થાક ખાવા માટે રહેવાની અને બીમાર કે ઇજાગ્રસ્ત પદયાત્રીઓ માટે ઉત્તમ મેડિકલ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ખાસ કરીને ધ્રાંગધ્રા, હળવદ, રાજકોટ અને જામનગર તરફથી પગપાળા આવતા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા માટે સેવાભાવી સેમરાજસિંહ જાડેજા દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ અંગે વધુ માહિતી કે સંપર્ક માટે મોબાઈલ નંબર 98242 92489 અને 87801 42431 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #MaliyaChokdi #AshapuraMataji #MataNoMadh #Navratri #Padyatri #SevaCamp #LifeMission #MorbiUpdates