ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા દિવસની ઉજવણીવાંકાનેર : વાંકાનેરના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી હોય વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સાથે જ ઉમા ભંગેશ્વર મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 650 વર્ષ જુના જડેશ્વર મહાદેવ મંદિરમાં સવારે,બપોરે અને સાંજે આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે રાત્રે 10, 12, 2 અને 4 વાગે એમ ચાર પહોરની આરતી કરવામાં આવશે. મંદિરે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભક્તોને આખો દિવસ ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. દૂર દૂરથી લોકો દર્શન માટે આવતા હોય આજે આખી રાત મંદિર ખુલ્લું રહેશે.સાથે જ અહીં અહીંથી થોડી દૂર આવેલા તીથવા ગામ ખાતેના ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને અહીંયા ઉમિયા માતાજીના મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે આજે બપોરે મહાપ્રસાદ અને ધૂન ભજન સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.