મોરબી : મોરબી પંથકમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પવન સાથે માવઠું પડ્યું હતું. ત્યારે નવાગામ રોડ ઉપર સોમનાથ ક્રાફટ મિલ એલ.એલ.પી. નામની ફેકટરીમાં સાંજે ૪:૦૦ થી ૪:૧૫ વાગ્યાના અરસામાં ભારે પવનથી અંદાજે ૭૦ પતરા તૂટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.