પરિવારના 125 સભ્યોને 2 દિવસની તીર્થધામની યાત્રા કરાવીમોરબી : મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યાએ તેમના પિતાની 24મી પુણ્યતિથિને અનોખી રીતે ઉજવી હતી. પિતાની પુણ્યતિથિ નિમિત્તે સોમનાથ મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ હસુભાઈ પંડ્યાએ તેમના પિતા વજુબાપાની 24મી પુણ્યતિથિ નિમિત્તે સોમનાથ મહાદેવજીની મહાપુજા, સોમનાથ મંદિરે ધ્વજારોહણ, રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ 125 જેટલા સભ્યો સાથે તીર્થધામની 2 દિવસની કુટુંબયાત્રા કરાવી પુજ્ય વજુબાપાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવી હતી. આ અનોખી ઉજવણી બદલ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના આગેવાનો અને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હસુભાઈ પંડ્યાને શુભેચ્છા પાઠવી હતી.