30 બોટલ દારૂ કબ્જે કરતી પોલીસ મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે કુબેર ટોકીઝ પાછળ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી ટકા તરીકે ઓળખાતા શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની 30 બોટલ કબ્જે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તારમાં આરોપી હિતેશ ઉર્ફે વિપલો ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવાના રહેણાંકમાં બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 30 બોટલ કિંમત રૂપિયા 11,250નો જથ્થો મળી આવતા એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.