મોરબી : મોરબી પંથકમાં ભારે વરસાદ પગલે અનેક ગ્રામ્યવિસ્તારમાં રસ્તો બંધ થયાના એહવાલ મળી રહ્યા છે. ત્યારે મોરબીના તળાવિયા શનાળામાં વોકળો બે કાંઠે વહેતા રસ્તો બંધ થઈ ગયો છે. ગ્રામજનોના કહેવા મુજબ ગતરાત્રીથી ગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી વોકળો બે કાંઠે વહી રહ્યો છે. વોકળા ઉપર અને ગામના અન્ય જવાના માર્ગો ઉપર ધસમસતા પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.