મોરબી : મોરબીમાં આવેલા જલારામ પ્રાર્થના મંદિરે નિયમિત ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને મોરબીના હાર્દિકભાઈ કોટેચાએ પોતાની દીકરીના પાંચમાં જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર- મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણી હાર્દિકભાઈ કોટેચા તથા હીનાબેન કોટેચાએ તેમની દીકરી મિશાના પાંચમાં જન્મદિવસની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરી હતી. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના હાર્દિકભાઈ કોટેચાએ સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે હાર્દિકભાઈ કોટેચા, હિનાબેન કોટેચા, મુકેશભાઈ કોટેચા તથા કોકીલાબેન કોટેચા સહિતના કોટેચા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.