ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામડાઓ અને ટંકારામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના જે ફક્ત ઝુપડપટ્ટીમાં વસવાટ કરે છે. તેવા તમામ પરિવારોને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને વિચરતી વિમુક્ત જાતિની ઝુપડપટ્ટીની બાજુમાં રહેતા પરપ્રાંતીઓ આદિવાસી ભીલ વગેરે જાતિઓને પણ સંસ્થા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા અને સંસ્થાના મુખ્ય સચિવ મિત્તલબેન પટેલ દ્વારા મળેલ અનાજ કીટ વિતરણનું આયોજન સંસ્થાના કાર્યકર કનુભાઇ બજાણીયા એન. છાયાબેન પટેલ દ્વારા સંપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી હતી.