મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામમાં રહેતા કાસુન્દ્રા પરિવારએ સદગત સ્વજનોના સ્મરણાર્થે સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અનુદાન આપ્યું છે. મોરબી પાટીદાર સંચાલિત આરોગ્ય ભવન અમદાવાદ - સિવિલ હોસ્પિટલની સામે આવેલ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને રવાપરના ચતુરભાઈ જેરામભાઈ કાસુન્દ્રા એ તેમના ધર્મપત્ની સ્વ. વજીબેન ચતુરભાઈ કાસુન્દ્રા અને તેમના પુત્રવધુ સ્વ. ચંપાબેન ડાયાભાઈ કાસુન્દ્રાના સ્મરણાર્થે હોસ્પિટલમાં એક રૂમ માટે રૂ. 2,51,000 નું દાન આપેલ છે. આમ, તેમણે રવાપર ગામ અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. અને કાસુન્દ્રા પરિવારે 'સેવા પરમો ધર્મ' સૂત્રને ચરિતાર્થ કરેલ છે. આ પ્રસંગે સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ તરફથી દાતાનો આભાર માનવામાં આવ્યો છે. તેમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઈ એ. કાસુન્દ્રાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..