મોરબી : મોરબીમાં ગત તા. 28.9ને શનિવારના રોજ કરાઓકે કલબ મોરબી દ્વારા પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. કરાઓકે નાઈટ-2019 ના નામથી યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓથી લઈને ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો , શાળા સંચાલકો સહિત કુલ 25 જેટલા વ્યક્તિઓએ કરાઓકે ટ્રેક પર હિન્દી ફિલ્મી ગીતોથી સાંજને સંગીતમય બનાવી હતી. આ કાર્યક્રમને માણવા મોટા પ્રમાણમાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સાર્થક વિદ્યામંદિર અને પી.જી.પટેલ કોલેજના સંચાલકો દ્વારા સ્થપાયેલ કરાઓકે કલબના આ પ્રથમ કાર્યક્રમનું સફળ સંચાલન નીરવ માનસેતાએ કર્યું હતું. ગાયનનો શોખ ધરાવતા તેમજ ગાયન શીખવા માટે તથા સંગીત પ્રેમીઓ માટે શ્રેષ્ઠ મોકો પૂરો પાડતા આ આયોજનને સફળ બનાવવા માટે મોરબીના પ્રસિધ્ધ ગાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હાજર રહેલા સંગીત પ્રેમીઓએ કલબના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ અભિનંદન પાઠવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274