મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના 15માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરવામાં આવી હતી. આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન કૈલા (દાદી), વિનોદભાઈ કૈલા, કિરણબેન કૈલા, ગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું), શિલ્પાબેન કૈલા, રીનાબેન તથા વનિતાબેન સહિતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું.પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના ઘુંટુ ગામના અગ્રણી વિનોદભાઈ કૈલાએ પુત્રના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.