મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરી ગેંગ સક્રિય થઈ છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રીની મુલાકાત વેળાએ જ મોરબીના પત્રકાર અતુલ જોશીના હીરોહોન્ડા બાઇક નંબર GJ-03-HP-0002 ચોરી થઈ ગયું હતું. આજે સવારે આશરે 9.15ની આસપાસ પત્રકાર અતુલભાઈ જોશી પોતાની રવાપર રોડ પર ઘનશ્યામ પ્લાઝામાં આવેલી ઓફિસ ગયા હતા. બાદમાં 9.45 ની આજુબાજુ નીચે ઉતરી રિપોર્ટિંગ માટે જવા બાઇક લેવા આવ્યા ત્યારે બાઇક ત્યાંથી ગુમ થયું હતું. આ મામલે પોલીસને જાણ કરાતા એલ.સી.બી. પોલીસ દ્વારા સી.સી.ટી.વી.ના આધારે બાઇક ચોરને ઝડપી લેવા કાવાયત હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..