માતા પોતાના પુત્ર અને પુત્રી સાથે પુલ પર ફરવા ગયા બાદ માતા અને પુત્ર પુલમાં ટીંગાઈ જતા બચી ગયા પણ પુત્રી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારનો ભોગ લીધો છે. ત્યારે ઝૂલતાપૂલ દુર્ઘટના રૂપી કાળ સાત ભાઈઓની એકની એક બહેનને છીનવી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.માતા પોતાના પુત્ર અને પુત્રી સાથે પુલ પર ફરવા ગયા બાદ માતા અને પુત્ર પુલમાં ટીંગાઈ જતા બચી ગયા પણ પુત્રી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. મોરબીમાં રહેતા સોનલબેન મનહરભાઈ ગઢવીએ આ કરુણ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમની સામાંકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતી બહેનની દીકરી આયબા દેવરાજ ગઢવી ઉ.વ.11 નામની દીકરી તેમના કાકા-બાપા સહિતના આખા પરિવાર સાત ખોટની એકની એક દીકરી હોવાથી આખા પરિવાર લાડકોડથી છે અને આ તેમના આખા પરિવારના સાત ભાઈઓની એકની એક બહેન હોવાથી આખા પરિવારમાં બધાની વ્હાલી દીકરી હતી. પણ આ દીકરીને ઝૂલતાપુલ દુર્ઘટના રૂપી કાળે છીનવી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવના દિવસે આ દીકરી તેની માતા અને ભાઈ સાથે ઝૂલતાપૂલ ઉપર ફરવા ગઈ હતી. ત્યારે પુલ તૂટતા પુલના રેલીગના સહારે માતા અને ભાઈ ટીંગાઈ જતા બન્નેને બચાવી લેવાયા હતા. પણ આયબા નામની દીકરી સીધી પાણીમાં ખાબકતા તેને કાઢી લીધા બાદ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. આ એકનજ એક વ્હાલસોયી પુત્રીનું મોત થતા આખા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.