મોરબી : મોરબીની હરીપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ બંગાવડી ગામના વતની એવા ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રા આર્મીમાંથી નિવૃત્ત થઈને વતન પરત ફર્યા છે ત્યારે આ તકે સ્થાનિકોએ તેમનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને તેઓને સન્માનિત કર્યા હતા.મૂળ બંગાવડી ગામના વતની ઋષિભાઈ શાંતિલાલ મિયાત્રા 15 વર્ષ 3 મહિના ભારતીય સૈન્યમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. નિવૃત્ત થયા બાદ તેઓ જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમને હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા અને તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે, ઋષિભાઈ મિયાત્રા આર્મીમાં નાયકના હોદ્દા પર નિવૃત્ત થયા છે. તેમણે પોતાની સેવા દરમિયાન 7 વર્ષ પંજાબમાં, 7 વર્ષ શ્રીનગરમાં અને 1 વર્ષ 3 મહિના ઓડિશામાં ફરજ બજાવી હતી. ત્યારે હવે તેઓ નિવૃત્ત થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે તેમનું આ નિવૃત્તિ બાદનો સમય સુખમય અને તંદુરસ્તમય પસાર થાય તેવી સૌએ શુભકામના પાઠવી છે.