સ્વ.રામજીભાઈ ધરમશીભાઈ ઝાલરીયાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયામોરબી : મોરબીના સ્વ. રામજીભાઈ ધરમશીભાઈ ઝાલરીયાની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના ભાઈ મોરબી SBI બેંકના નિવૃત્ત કર્મચારી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે સદગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતનાઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.