મોરબી : બિપરજોય વાવાઝોડાનું સંકટ મોરબી પર તોળાઈ રહ્યું છે. ત્યારે જય અંબે સેવા ગ્રુપ દ્વારા અસરગ્રસ્તો માટે તાત્કાલિક રસોડું ચાલુ કરી અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જય અંબે સેવા ગ્રુપ મોરબીમાં દરેક આફત કે સંકટમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. કોરોના વખતે લોકડાઉન હોય કે બીજી લહેરમાં કોરોના કેર સેન્ટરની કપરી સ્થિતિ ઉપરાંત માળીયા પૂરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ સહિતના કાર્ય કરવામાં આવ્યા છે. જીજ્ઞેશભાઈ કૈલા મો.નં. 9898322200 મો.નં.9925668931 મો.નં.8980050850