મોરબી : લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં એ તમામ મજૂર વર્ગને પોતાના વતન પાછા મોકલવા માટે મોરબી વહીવટી તંત્ર તેમજ સિરામિક એસોસિયશન સાથે રહીને મોરબીથી ઝારખંડની એક ટ્રેનની ગઈકાલે વ્યવસ્થા મોરબીમાં કરવામાં આવી હતી. ત્યારે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ શાંત કરવાનો સેવાયજ્ઞ ચલાવનાર જય અંબે ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં વસતા પરપ્રાંતીય જરૂરિયાતમંદ લોકો પોતાના માદરે વતન જતા હોય ત્યારે તેઓની મુસાફરી દરમિયાન ભોજન જય અંબે ગ્રુપ દ્વારા યુવા ઉદ્યોગપતિ જીગ્નેશ કૈલાની આગેવાનીમાં પૂરું પાડવામાં આવ્યું હતું. આશરે 1250 જેટલા લોકો પોતાની જઠરાગ્નિ શાંત કરી શકે એટલું ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન જય અંબે માં ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.