ટંકારા: તાલુકાના મોટા ખીજડીયા ગામે જગોદરા પરિવાર દ્વારા તેઓના માતા જડીબેન રૂગનાથભાઈ જગોદરાનું વિષ્ણુયાગ (જીવતું જગતિયું) યોજયું હતું. આજરોજ તારીખ 28 ઓક્ટોબર ને શુક્રવારના રોજ રવજીભાઈ જગોદરા, લીંબાભાઈ જગોદરા, મનજીભાઈ જગોદરા અને અંબારામભાઈ જગોતરાના માતા જડીબેન રૂગનાથભાઈ જગોદરા (ઉં. વ. 99 હયાત)ની પ્રસન્નતા માટે જીવતા જગતિયું યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે 7:30 કલાકે વિષ્ણુ પૂજન વિધિ યોજાઇ હતી અને બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.