મોરબી : સ્વ. નાનજીભાઈ રામજીભાઈ જગોદણાના પરિવાર દ્વારા આજે પીપળી ગામને વૈકુંઠ રથ અર્પણ કરવામાં આવ્યો છે. અંતિમ યાત્રા સમયે ઉપયોગમાં લઈ શકાય તે માટે જગોદણા પરિવારે પીપળી ગામને આ વૈકુંઠ રથ અર્પણ કર્યો છે. આ તકે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.