ભારે વાહનની ટક્કર બાદ લટકતી લોખંડની ગડરને દૂર કરીને દિવાળી બાદ નવી નખાશે મોરબી : મોરબીના બેઠાપુલ ઉપર બુધવારે રાત્રે કોઈ ભારે વાહને ગેરકાયદે શહેરમાં ઘૂસવાની કોશિશ કરતા ભારે વાહનની પ્રવેશબંધી માટેની લોખંડની મજબૂત એન્ગલ તૂટી ગઈ હતી. આ લોખંડની એન્ગલ ઉપર જોખમી રીતે લટકતી હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જોખમી એન્ગલને કાઢી નાખવામાં આવી હતી અને દિવાળી પછી અહીંયા નવી લોખંડની એન્ગલ નાખવાનું જણાવ્યું હતું. મોરબીના બેઠાપુલ ઉપર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ માટે અગાઉ લોખંડની મજબૂત એન્ગલ મુકવામાં આવી હતી અને ભારે વાહનોની બેઠાપુલ ઉપરથી પ્રવેશબંધી માટે આ મજબૂત લોખંડની એન્ગલ મુકવામાં આવી હતી. પણ બુધવારે રાત્રે કોઈ અજાણ્યા ભારે વાહનચાલકે પ્રવેશબંધીને એસીતેસી કરીને બેઠાપુલ ઉપર ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરતા તેના ભારે વાહનની જોરદાર ટકકરથી બેઠાપુલની મજબૂત લોખંડની એન્ગલના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં એક લોખંડનો કટકો નીચે પડ્યો હતો અને બીજો ઉપર લટકતો હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ સર્જાયું હતું. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા લટકતો જોખમી લોખંડની એન્ગલને કાઢી નાખવામાં આવી હતી અને દિવાળી બાદ બેઠાપુલ ઉપર ફરીથી નવી લોખંડની એન્ગલ મુકવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate