હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ 14 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાની આગાહી કરીટંકારા : ટંકારાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસિયાએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. રમેશભાઈ બસિયાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જસે અને 14 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે.હાલમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ પાકિસ્તાન, રાજસ્થાન અને કચ્છની સરહદ પર સક્રિય છે. આ સિસ્ટમ હવે પાકિસ્તાનના કરાંચી થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળી પડશે. હાલનું ચોમાસું સામાન્યથી નીચું રહ્યું છે, જેનું એક કારણ બંગાળની ખાડી સુધી લંબાયેલી ડિપ્રેશન સિસ્ટમ છે. આ સિસ્ટમ આગામી 24 કલાક બાદ ઉત્તર દિશા તરફ ગતિ કરશે. આગામી હવામાનની આગાહી અનુસાર, આવતીકાલ 9 સપ્ટેમ્બર, 2025 બપોર સુધી કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબીના માળીયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જોકે, આવતીકાલ બપોર બાદથી મોરબી સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાં ઝાપટાની શક્યતા સિવાય મોટાભાગે વરસાદ વગરનો માહોલ રહેવાની સંભાવના છે.