મોરબી: મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર ગણાતા રમઝાન માસમાં હાલ મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મોરબીની બાળાઓએ કઠિન રોઝા રાખીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.5 વર્ષની સોહાએ રોઝા રાખી સૌની સુખ શાંતિ માટે કરી દુઆ વાવડી રોડ પર રહેતા સેહનાઝ બેનની 5 વર્ષની પુત્રી સોહા મકરાણીએ ગત રવિવાર, 22 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના જીવનનું પ્રથમ રોઝું રાખ્યું હતું. માત્ર 5 વર્ષની ઉંમરે સોહાએ 14 થી 15 કલાક સુધી ભૂખ અને તરસ વેઠીને અલ્લાહની બંદગી કરી હતી. આ માસુમ બાળાએ ઈફ્તારી સમયે પોતાના નાનકડા હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પરિવાર સહિત દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી દુઆ માંગી હતી. પ્રથમ રોઝું પૂર્ણ કરનાર સોહાને સમસ્ત મકરાણી પરિવાર દ્વારા મુબારકબાદ પાઠવવામાં આવી હતી.6 વર્ષની ખદીજાએ રાખ્યા આખા માસના રોઝાબીજી તરફ, મોરબીના મકરાણી વાસમાં રહેતા મહંમદ હુસેનભાઈ મકરાણીની 6 વર્ષની દીકરી ખદીજાએ પણ અદભૂત બંદગી કરી છે. નાની ઉંમર હોવા છતાં ખદીજાએ રમઝાન માસના આખા મહિનાના રોઝા રાખવાનો નિર્ધાર કર્યો છે. આ માસુમ બાળાઓની ભક્તિ અને શિસ્ત જોઈને સમાજના લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. 11 વર્ષના હશનેને કરી બંદગી મોરબીના સીપાઈ શેરી સીદીકી મસજીદ પાસે રહેતા રાઠોડ ઈબ્રાહીમ ભાઈના પૌત્ર અને રાઠોડ સબીરભાઈના 11 વર્ષના દીકરા રાઠોડ મહમદ હશનેને આખા માસના રોઝા રાખી ઇલ્લાહની બંદગી કરી હતી. હરિપર: પાયક પરિવારના બંને સંતાનોએ 30 રોઝા પૂર્ણ કર્યામાળીયા (મિયાણા) તાલુકાના હરિપર ગામે વસતા અશરફભાઈ કાસમભાઈ પાયકના સંતાનોએ નાની વયે અડગ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે. જેમાં 8 વર્ષના મોહમ્મદ કાસીમ અને તેની 6 વર્ષની નાની બહેન જેનાબે પવિત્ર રમજાન માસ દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે પણ તમામ 30 રોઝા પૂર્ણ કરી ઇબાદત કરી છે. આ માસૂમ બાળકોએ નાની ઉંમરે રમજાન માસના કઠિન ગણાતા તમામ રોઝા પૂર્ણ કરતા પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા તેમને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #Ramzan #Roza #Inspirational #MuslimCommunity #MorbiNews #Ramadan2026 #Faith