મોરબી : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશવાસીઓમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી સબજેલમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. જેમાં બંદીવાનોએ ભગવાન શ્રીરામની આરતી અને પૂજા કરી હતી તેમજ જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ તમામ બંદીવાન ભાઈઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સમગ્ર જેલનું વાતાવરણ રામમય બની ગયું હતું.