મોરબી : રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા તા.૧૧/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યૂ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ/સ્નાતક વગેરે લાયકાત ધરાવતા તથા ૧૮થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.