મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા કોરોના કાળમાં નિ:સ્વાર્થ સેવા કરનાર સેવાધારીઓનું સન્માન તથા વહીવટીતંત્ર અને પ્રજાને જાગૃત રાખનાર પત્રકારોના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા અતિથીઓ પ્રવીણભાઈ કારીયા (ધોધુભાઈ), કરમશીભાઈ પરમાર અને નીલેશભાઈ ગામી હાજર રહેલ હતા. જેમાં સેવાધારી દેવેનભાઈ રબારી (યંગ ઈન્ડિયા ગ્રુપ), કેતનભાઈ વિલપરા, યશ હિરાણી, કમલેશ અમદાવાદી, ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રીનું નેશનલ ચેરમેન વતી સન્માન કરવામાં આવેલ હતું. તેમજ મોરબીના પત્રકારોનું કલબ તરફથી સન્માન કરવામાં આવેલ હતું. અંતમાં મોરબીના શિક્ષણવિદ્દ એસ. એચ. શાસ્ત્રી એ કલબના કાર્યોને બિરદાવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભાવેશભાઈ દોશી, હર્ષદભાઈ ગામી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..