8975 મણ કપાસની આવક થઈ, ભાવ 1524 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 12 નવેમ્બર ને બુધવારના રોજ 1795 ક્વિન્ટલ એટલે કે 8975 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1524 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 126 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 567 રૂપિયા બોલાયા છે. તો તલના 2320, મગફળીના 1194, જીરુંના 3720, બાજરાના 435, સોયાબીનના 903, અડદના 1227, ચણાના 1035 અને કાળા તલના 4910 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 800, ગુવારના 1800, ભીંડાના 1200, ટમેટાના 700, કોબીજના 360, કાકડીના 700, લીંબુના 600, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.