મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 21 ફેબ્રુઆરી ને શનિવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 290 ક્વિન્ટલ એટલે કે 1450 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1590 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ 232 ક્વિન્ટલ 1160 મણ તુવેરની આવક થઈ છે અને તુવેરના ભાવ પ્રતિમણના રૂ. 1569 સુધી બોલાયા છે.તો 84 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 540 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે મગફળીના 1460, તલના 1872, જીરુંના 4260, બાજરાના 300, અડદના 1504, ચણાના 1054, એરંડાના 1245, સોયાબીનના 990 અને રાયડાના 1185 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 700, ગુવારના 2000, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 1500, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.