12635 મણ કપાસની આવક, ભાવ 1561 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 19 ડિસેમ્બર ને શુક્રવારના રોજ 2527 ક્વિન્ટલ એટલે કે 12635 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1561 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 890 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 564, તલના 2109, જીરુંના 3760, બાજરાના 531, અડદના 1004, ચણાના 1000, એરંડાના 1320, ગુવાર બીના 1000, કાળા તલના 4200, સીંગફાડાના 1281 અને સોયાબીનના 877, રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1200, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 1200, ટમેટાના 900, કોબીજના 300, કાકડીના 600, લીંબુના 500, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.