ટંકારા : આવતીકાલે તારીખ 29 ડિસેમ્બર ને સોમવારના રોજ સાંજે 5 કલાકે ટંકારા તાલુકા પંચાયત કચેરી દ્વારા આયોજિત તાલુકા પંચાયત કચેરીના નવીનીકરણનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ લોકાર્પણ સમારોહના અધ્યક્ષ પદે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન માંડવીયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ દુબરીયા, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ દલસાણીયા, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન ભોરણીયા, મોરબી જિલ્લા પંચાયત કચેરીના ઈ.ચા. જિલ્લા વિ. અ. એન. એસ. ગઢવી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન ચાવડા, સભ્ય ભૂપેન્દ્રભાઈ ગોધાણી, નાયબ જિલ્લા વિ. અ. એસ. સી. ભટ્ટ, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિ. અ. એસ. એચ. પટેલ ઉપસ્થિત રહેશે.