મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા નવનિયુક્ત હોદેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ મોરબી ડી-૩૦૬૦ના વર્ષ ૨૦૨૧-'૨૨ નો પદ ગ્રહણ સમારોહ ગઇકાલે તા. ૮ જુલાઈ, ૨૦૨૧ ને ગુરુવારના રોજ ઝાયકા રેસ્ટોરન્ટમાં યોજાયેલ હતો. જેમાં નવા વર્ષના પ્રમુખ તરીકે બંસી શેઠ (કંસારા) તથા સેક્રેટરી રોટે. રસીદાબેન લાકડાવાલા તથા બોર્ડ મેમ્બેરોને પાસ્ટ ડી. ગવર્નર રોટે. પ્રશાંતભાઈ જાની એ શપથ ગ્રહણ કરાવેલ હતા. આ સમારોહમાં આસી. ગવર્નર રોટે. જીજ્ઞેશ ભાઈ અમૃતિયા. રોટે. જૈમિની ભાઈ ઠાકર તેમજ રોટરી ક્લબ હળવદના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તથા હળવદ રોટરી ક્લબના સભ્યો તેમજ રોટે. ગૌરાંગભાઈ કાગડા, ઉપપ્રમુખ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ઉપસ્થિત રહેલ હતા. તેમજ ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપકભાઈ અઘારા ઉપસ્થિત રહેલ હતા. આમંત્રિત મહેમાનો અને રોટરી પરિવારના સભ્યોની હાજરીમાં સમારોહ પૂર્ણ થયેલ હતો. કાર્યક્રમનું સફળ સંચાલન માસ્ટર ઝીલ આશર તથા અજીતભાઈ શેઠે કરેલ હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..