મોરબી : મોરબીના જેલ રોડ ઉપર માવતરના ઘેર રહેતા મહિલાને રાજકોટના સાસરિયાઓ દ્વારા સંતાન ન થતા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેલ રોડ ઉપર વાલ્મિકીવાસમાં રહેતા યશોમતીબેન નિલેશભાઇ સોલંકીને લગ્નજીવન દરમિયાન સંતાન ન થતા હોવાથી રાજકોટ રેલનગરમાં રહેતા પતિ નિલેશભાઇ ધનશ્યામભાઇ સોલંકી, સસરા ધનશ્યામભાઇ નરસીભાઇ સોલંકી અને સાસુ ભારતીબેન ધનશ્યામભાઇ સોલંકી મેણાટોણા મારી, ગાળો આપી મારકુટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.