મોરબી : મોરબીની ચિત્રા નગર સોસાયટી, ભરતનગર 1 અને 2 તથા પટેલ નગર, રામનગર, વૈભવનગર, શિવમ સોસાયટી, શનાળા રોડ પર આવેલા ચિત્રા હનુમાનજી મંદિર ખાતે અયોધ્યાથી આવેલ રામજન્મભૂમિના પુજીત અક્ષત કળશનું પુજન કરવામાં આવ્યું હતું.ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી, મહિલાઓ અને બાળાઓ દ્વારા કુંકુ-ચોખાથી અક્ષત કળશનું પુજન કરાયું હતું. નાની બાળાઓ પોતાના માથે કુંભ લઈ તબલાના તાલે કીર્તન કરતા તમામ સોસાયટીમાં ફેરવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર. 9ના જયંતિભાઈ વિડજા, આરએસએસના કાર્યકર હસુભાઈ અઘારા, ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરીયા, ચંદુભાઈ કડીવાર તથા સોસાયટીના તમામ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.