મોરબી : મોરબીના સાપર ગામ ખાતે રાજર્ષિ મુનિજીનો મૂર્તિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસ સુધી અત્યંત ભક્તિમય માહોલમાં અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવના પ્રથમ દિવસે ત્રિદેવ મંદિર અને રાજબાઈ માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. આ નગરયાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપર ગામમાં ફેરવવામાં આવી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું.મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય દિવસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિષ્ઠા હવન, ધ્વજા પૂજા અને મૂર્તિ સ્થાપના પૂજા કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે મોટી સંખ્યામાં સંતગણ, શિષ્યગણ અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભક્તોએ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાના આ અવસરના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામના લોકોએ જહેમત ઉઠાવી હતી. જેમાં ખાસ કરીને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) દ્વારા પ્રશંસનીય યોગદાન આપવામાં આવ્યું હતું.#MorbiUpdate #MorbiNews #SaparVillage #ReligiousEvent #RajrishiMuniji #TempleFestival #Morbi #GujaratNews