મોરબી : કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોરબી નગરપાલિકાના પ્રમુખના પતિ કે.કે.પરમારને કોરોના કાળની શ્રેષ્ઠ કામગીરી બદલ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ, પૂર્વ કાઉન્સીલર, સુરેશભાઇ શિરોહીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર મનસુખભાઇ બરાસરા (મનુકાકા)ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે પ્રમુખ, સુરેશભાઈ તથા મનસુખભાઇ દ્વારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટેની તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી. સામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.