મોરબી: મોરબીમાં છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશ ચંદ્રકાંતભાઈ પંડ્યાને મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી અને પોલીસ વડા રાહુલકુમાર ત્રિપાઠીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આજે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે રાજભવન ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશભાઈ પોલીસ પરેડ ગ્રાઈન્ડ ખાતે પરેડ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.મુખ્યમંત્રી એવોર્ડ મળવા ઉપરાંત રાજભવન ખાતે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળવા બદલ પૂરું હોમગાર્ડ યુનિટ હર્ષની લાગણી અનુભવે છે.