મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં બેસતા વર્ષના દિવસે ઐતિહાસિક નાટક 'રા નવઘણ' ભજવાશે. વાઘપરમાં મોક્ષપુરી (સ્મશાન ભૂમિ)ના લાભાર્થે આગામી તા. 5 ને શુક્રવારે બેસતા વર્ષની રાત્રે 9 વાગ્યે હનુમાનજી મંદિર મેદાન ખાતે વાઘપર ગામના આંગણે ઐતિહાસિક નાટક 'રા નવઘણ યાને સોરઠનો સિંહ' તથા કોમીક માથાભારે વાણીયો યાને શેઠની શાહુકારી રજુ કરવામાં આવશે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા, યુવાનોને તન, મન, ધનથી પ્રોત્સાહન આપવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..